31/12/2011

Diploma in Civil Engineering માટે મીલીટરી માં Junior Engineer (Quantity Surveying and Contracts) ની ભરતી


અભ્યાસ: ૩ વર્ષ ડીપ્લોમાં સિવિલ એન્જીનીયરીંગ
ઉમર : ૧૮-૨૭ વર્ષ
વધુ માહિતી માટે અહી ક્લિક કરો

28/12/2011

BSF માં કોન્સ્ટેબલ ની ભરતીની સંખ્યા વધારીને 90000 કરેલ છે. છેલ્લી તારીખ ૨-૧-૨૦૧૨ છે.


વધુ માહિતી નીચે આપેલ છે.
No.3/2/2011-P&P
Government of India
Staff Selection Commission
Recruitment of Constable (GD) in BSF/CISF/CRPF/SSB/ITBPF and Rifleman (GD) in Assam Rifles,
2012.
Vacancies : 48,802, may increase upto 90,000
Pay Scale : 5200-20200 with Grade Pay – Rs.2000/-
Age Limit : 18-23 as on 01.08.2012
Closing date of Applications : 07.01.2012
Relaxation in age limit and reservation for SC/ST/OBC and Ex-Serviceman available as per extant
Government orders. Reservation of vacancies is also available State-wise, for Border Districts and
areas affected by militancy and maoist movement.
It has been decided by the Commission to set question papers tri-lingually in Hindi, English and any
one of the Regional Languages (Assamese, Bengali, Gujarati, Kannada, Kashmiri in Urdu Scrip,
Malyalam, Manipuri, Marathi, Oriya, Punjabi (Gurumukhi), Tamil, Telgu, Urdu) and the language
each as suggested by the State Governments of Mizoram, Arunachal Pradesh, Nagaland and
Meghalaya to the extent technically feasible.
Provision in Para 8 (III) of the Notice stands modified upto that extent.
A number of candidates who have completed Part I Registration of Online applications have not
been able to complete Part II Registration on the website http://ssconline.nic.in. In order to enable
such candidates to complete Part II Registration, Part II Registration will be available on both the
websites www.sscregistration.sifyitest.com and www.ssconline.nic.inupto 5.00 P.M. on 07.01.2012.
Part I Registration of Online application will, however, be available upto 5.00 P.M. on 02.01.2012
only. Consequently, the closing date for receipt of offline applications is also extended upto
07.01.2012 upto 5.00 P.M. Candidates desirous of filling online applications are advised to utilize
both the websites provided for the purpose.
For other details, which remain unchanged, refer to Notice published in Employment News on
03.12.2011 and Commission’s website (http://ssc.nic.in).

25/12/2011

Best Study material for GPSC-PSI-Bin Sachivalay Clerk-Constable in Gujarati



ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વિકાસ 
આ પ્રશ્ન મુખ્યપરીક્ષા ઉપરાંત ઇન્ટરવ્યૂમાં પણ ચર્ચાનો મુદ્દો બની શકે. 
પ્રશ્ન: વર્ષ ૧૯૧૯ સુધી થયેલા સુધારાઓમાં સ્થાનિક સ્વરાજના શાસનનો સંક્ષિપ્ત ઈતિહાસ જણાવો.
જવાબના મુદ્દા નીચે મુજબ જરૂરી છે.
અર્થ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (Local Self Government)નો અર્થ છે કે સ્થાનિક કાર્યો (કામગીરીઓ)નો એવી સ્થાનિક સંસ્થાઓ દ્વારા વહીવટ કે જેના પ્રતિનિધિઓને જે તે સ્થાનિક ક્ષેત્રના લોકો દ્વારા પસંદ કરવામાં આવે. પં.જવાહરલાલ નેહરુના જણાવ્યા મુજબ સ્થાનિક સ્વરાજ્ય એ જ કોઇ પણ સાચી લોકશાહીનો આધાર છે અને હોવો જોઇએ.
ઈતિહાસ: સ્થાનિક સ્વરાજ્ય ભારતમાં લગભગ મૌર્ય કાળથી પ્રચલિત છેપરંતુ જે રૂપમાં આજે આપણે તેનો ઉલ્લેખ કરીએ છીએ તે વાસ્તવમાં અંગ્રેજોની જ દેન છે. પહેલીવાર સ્થાનિક સંસ્થા પ્રેસિડેન્સી નગરોમાં અસ્તિત્વમાં આવેલી.
લોર્ડ મેયો: ભારત પરિષદ અધિનિયમ ૧૮૬૧ દ્વારા વૈજ્ઞાનિક વિકેન્દ્રિકરણ (Legislative Devolution)ની નીતિની શરૂઆત કરવામાં આવી અને લોર્ડ મેયોનો ૧૮૭૦નો નાણાકીય વિકેન્દ્રિકરણનો પ્રસ્તાવ એનું કુદરતી પરિણામ હતું. આ પ્રસ્તાવ દ્વારા કેટલાક વિભાગોને-જેમાં શિક્ષણસ્વાસ્થ્ય સેવાઓ તથા રસ્તાઓ પણ હતા-તેનું નિયંત્રણ પ્રાંતીય સરકારોને સોંપવામાં આવ્યું. જેના ફળસ્વરૂપે સ્થાનિક-નાણાં’ (Local Finance)નો પ્રારંભ થયો. શિક્ષણસફાઇમેડિકલ ચિકિત્સાસહાય અને જાહેર કાર્યો માટે નાણાંની જોગવાઇ અને દેખરેખ માટે સમિતિઓની રચના કરવામાં આવી જેના કારણે આ ક્ષેત્રનો વ્યાપક વિકાસ થયો.
લોર્ડ રિપન: વાઇસરોય રપિનના સમયમાં ૧૮૮૨નો સ્થાનિક સ્વરાજ્યના શાસનનો પ્રસ્તાવ આ ક્ષેત્રના વિકાસની એક મહત્વની ઘટના હતી. લોર્ડ રપિને અભિપ્રાય આપેલો કે પ્રાંતીય સરકારો સ્થાનિક સ્વરાજની સંસ્થા મારફત લોર્ડમેયોની સરકારે પ્રારંભ કરેલી નાણાકીય વિકેન્દ્રિકરણની નીતિ અપનાવે. આ અન્વયે સમગ્ર દેશ માટે સ્થાનિક પરિષદોના તંત્રની વ્યાખ્યા કરવામાં આવી જેમાં બિનસરકારી સભ્યોની બહુમતી હતી. આ પ્રસ્તાવમાં કોઇ સ્થાનિક સંસ્થાના પ્રમુખના રૂપમાં કોઇ બિનસરકારી અધિકારીની પસંદગીની પણ છુટ આપવામાં આવી. એટલે જ લોર્ડ રપિનને સ્થાનિક સ્વરાજની સંસ્થાના પિતા’ (Father of Local Self govt.) માનવામાં આવે છે.
અધિનિયમ ૧૯૧૯૧૯૧૯ના ભારત શાસન અધિનિયમ (Govt of india act) દ્વારા સ્થાનિક સ્વરાજ્યના વિષયને રાજ્યની બાબત બનાવવામાં આવી એને હસ્તાંતરિત વિષય માનવામાં આવ્યો.
અધિનિયમ ૧૯૩૫૧૯૩૫ના અધિનિયમ અનુસાર પ્રાંતીય સ્વરાજ્યના પ્રચલનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિશેષ ગતિ મળી. લોકપ્રિય પ્રાંતીય સરકારો નાણાકીય નિયંત્રણ કરતી હતી એટલે તેઓ સંસ્થાઓને વધારે આર્થિક રાશિ ઉપલબ્ધ કરાવી શકતી નથી.
અનુચ્છેદ ૪૦: ૧૯૪૯ સુધી પ્રવર્તમાન અધિનિયમોથી સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા સંતુષ્ટ નહોતા એટલે ૧૯૪૯માં બંધારણમાં અનુચ્છેદ ૪૦ના સ્વરૂપે એક નિર્દેશનો સમાવેશ કરાયો જેમાં જણાવાયું કે રાજ્ય ગ્રામ્યપંચાયતોનું ગઠન કરવા કદમ ઉઠાવશે અને તે પંચાયતોને એવી સત્તાઓ અને અધિકારો પ્રદાન કરાવશે જે તેને સ્થાનિક સ્વશાસનના એકમોના રૂપે કાર્ય કરવા યોગ્ય બનાવવા માટે જરૂરી હોય.
મહત્વપૂર્ણ સંશોધનઆ વિચારોની પૂર્તિ બંધારણના ૭૩ અને ૭૪મા સુધારા સ્વરૂપે ૧૯૯૨માં થઇ. જ્યારે બંધારણમાં ભાગ ૯ અને ૯-ક જોડાયો


મિત્રો તમારી પાસે ગુજરાતી માં સારા પ્રશ્નો હોય તો vijay.svims.patan@gmail.com અથવા facebook.com/svism.patan પર મોકલો., તે ગુજરાત નાં પ્રતિક વિદ્યાર્થી ને ઉપયોગી થઇ સકે છે.
અભાર 

24/12/2011

Best Questions For GPSC/PSI/Clerk/Constable Exam

સરકારી ભરતી ની માહિતી માટે અહી ક્લિક કરો 




1

બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.    Ans: ગીત શેઠી

2

દેના બેંકની સ્થાપના કોણે કરી હતી?    Ans: દેવકરણ નાનજી

3

‘પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ?    Ans: ધોળકા




4

ઇ.સ. ૧૯૧૯માં કયા એકટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી?    Ans: રોલેટ એકટ

5

મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ?    Ans: ગોમતીપુર

6

અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?    Ans: બાદશાહ અહમદશાહ

7

ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ?    Ans: વૌઠા

8

ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો?    Ans: કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

9

વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે?    Ans: ૨.૪૧ ચો કિ.મી.

10

રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું?    Ans: ઉત્તમ વ્યવહારજ્ઞ

11

અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી?    Ans: કસ્તુરભાઈ લાલભાઈ

12

ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?    Ans: કચ્છ

13

કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું?    Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ

14

કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો.    Ans: કોયા ભગતની કડવી વાણી

15

પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?    Ans: અંધજન મંડળ-અમદાવાદ

16

ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબાભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે?    Ans: ગાંધીજી

17

આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું?    Ans: કર્ણદેવ સોલંકી

18

ભારતની સૌ પ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી ?    Ans: કસ્તુરભાઇ લાલભાઇ

19

શ્યામજીકૃષ્ણ વર્મા એ ‘ઈન્ડિયા હાઊસ’ ની સ્થાપના કયારે કરી હતી?    Ans: ફેબ્રુઆરી-૧૯૦૫

20

કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ?    Ans: નારાયણ સરોવર

21

‘નેમિનાથ ફાગુ’ની રચના કોણે કરી છે?    Ans: કવિ રાજશેખર

22

ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે?    Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ

23

અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ?    Ans: એલિસબ્રીજ

24

શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે?    Ans: નળ સરોવર

25

ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.    Ans: નવલખા મહેલ

26

કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે?    Ans: ઉત્તર ભાગમાંથી

27

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?    Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

28


‘છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે?    Ans: કવિ નિરંજન ભગત

29

ભાગવતના દશમસ્કંધને કયા કવિએ ગુજરાતીમાં પદબદ્ધ કર્યો છે ?    Ans: કવિ ભાલણ

30

ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?    Ans: ગિરનાર

31

હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે?    Ans: આશા પારેખ

32

રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે?    Ans: શામળાજીના મેળામાં

33

હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ?    Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન

34

ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ?    Ans: કોટેશ્વર મંદિર

35

અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?    Ans: પાલનપુર

36

કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ?    Ans: ચાર

37

ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો?    Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર

38

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.    Ans: કનૈયાલાલ મુનશી

39

ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે?    Ans: દિવાળીબેન ભીલ

40

દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ?    Ans: ગોમતી નદી

41

ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે?    Ans: સરદાર સરોવર નર્મદા યોજના

42

ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે?    Ans: વીર સાવરકર

43

હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?    Ans: વિનોદ કિનારીવાલા

44

હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ?    Ans: ડૉ. એસ.આર.રાવ

45

સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી?    Ans: રાજાધ્યક્ષ

46

‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે?    Ans: દુહા

47

કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે?    Ans: મોતીડો

48

વિખ્યાત જેસલ-તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં કયાં છે ?    Ans: અંજાર

49

કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો?    Ans: ઔરંગઝેબ



50

ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા?    Ans: મેંહદી નવાઝ જંગ

27/11/2011

વર્તમાન પ્રવાહો (November-2011)


(૧)ભારત અને ફ્રાન્સે સયુંકત રીતે મેઘા-ટ્રોપીક સહીત કુલ ચાર ઉપગ્રહ સફળ રીતે ધ્રુવીય ક્ક્ષા માં મુક્યા.
PSLV-c18 નો ઉપયોગ કરી હારીકોટા માં આવેલ સતીશ ધવન અન્તરિક્ષ્ કેન્દ્ર પરથી ધ્રુવીય કક્ષા માં સ્થાપિત કરવામાં આવ્યા.
(૨)અગ્નિ-૨ મિસાઈલ નું ઓડિસા માં સફળ પરિક્ષન્ .૨૦૦૦ કી.મી. ની રેન્જ ધરાવતી સરફેસ ટુ સરફેસ મિસાઈલ નું પરિક્ષન્ કરવામાં આવ્યું જે સફળ રહ્યું.
(૩)મોબાઈલ નંબર પોર્ટેબીલીટી ની જેમ સ્વાસ્થ્ય વીમા પોર્ટેબીલીટી નો ઇરડા દ્વારા પ્રારંભ.
(૪)કર્નાટક નો પૂર્વ મુખ્યામંત્રી યેદુરપ્પા જમીન ગોટાળાના મામલે જેલમાં.
(૫)ગેરકાનૂની ખાનન (ખાણ કામ )  રોકાવા માંટે ખનીજ વિકાસ તથા નિયામક વિધેયક ૨૦૧૧ પસાર કરવા સંસદ માં મોકલાયું.
(૬)વિશ્વનું સૌથી સસ્તું ટેબ્લેટ પીસી –આકાશ ભારત માં ઉપલબ્ધ. બજાર કીમત રૂ. ૨૨૭૬ અને વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર ની સબસીડી સાથે રૂ. ૧૧૦૦ માં મળશે.
(૭)ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા નું સંગઠન IBSA નું સંમેલન આફ્રિકાની રાજધાની પ્રિટોરિયા માં સંપન્ન લિબિયા નો પૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદાફી નું મૃત્યુ અને લિબિયા આઝાદ.
(૮)અમેરિકા ઇરાક માંથી ડીસેમ્બર માં પોતાનું સૈન્ય પાછુ બોલાવી લેશે.
ભરત ના રાષ્ટ્રપતિની (પ્રતિભા પાટીલ ) સ્વીત્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રીયા ની સફળ યાત્રા.
(૯)ભૂતન ના નરેશ જીગ્મે ખેસર નામગ્યા વાંગચુક ના જેટસન પેમાં સાથે લગ્ન
(૧૦)સયુંકત રાષ્ટ્ર સંઘ ની ૫૪ સભ્યોની બનેલી આર્થીક અને સામાજિક પરીસદ(ECOSOSC)  ના નવા ૧૮ સભ્યો માં ભારત સામેલ.


20/11/2011

Science(20-20)




સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
જે.એચ.ટસેલ
એક્સરે ખરેખર શું ચીજ છે ?
વીજ ચુંબકીય તરંગો
ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
લાલ , લીલો , વાદળી
બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
પિતાના રંગસૂત્ર
કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાં વપરાતી IC શેમાંથી બને છે ?
સિલિકોનમાંથી
જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
કાચનું પાત્ર
અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
સિલિકોન વપરાય છે .
એકમોની આંતરરાષ્ટ્રીય પધ્ધતિ (s1 ) માં મૂળભૂત એકમ કેટલા છે |?
7 એકમો
સામાન્ય સંજોગોમાં (તાપમાન 25 *સે , વાયુનું દબાણ 1.184 કી.ગ્રા./ ચો. મીટર ) હવામાં અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?
346 મી /સેકંડ
કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે …
પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુ છે .
બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ અલ્કોહોલમાં ડૂબી જાય છે ?
બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .
” કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી ” એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
એફ.ડબ્લ્યુ એસ્ટન
પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
જોહાન વિલ્હેમ રિટર- 1801
સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી
પ્રકાશ ની પરિભાષા જણાવો ?
“આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ.”
ગ્રીક ભાષાના શબ્દ ‘nano’ નો અર્થ શું થાય ?
વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9
માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે ?
કુલ :213
સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
સ્કંધમેખલામાં :04, નિતંબમેખલા:02, કાનમાં :03 (બંને કાનમાં :06 ), તાળવામાં :01
પગમાં કેટલા હાડકા હોય છે ?
(બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01, ઘૂંટણનો સાંધો :01, ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, ઘૂંટીના હાડકા :07, પગના તળિયાના હાડકા :05, આંગળીઓના હાડકા :14