24/12/2011

Best Questions For GPSC/PSI/Clerk/Constable Exam

સરકારી ભરતી ની માહિતી માટે અહી ક્લિક કરો 




1

બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.    Ans: ગીત શેઠી

2

દેના બેંકની સ્થાપના કોણે કરી હતી?    Ans: દેવકરણ નાનજી

3

‘પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ?    Ans: ધોળકા




4

ઇ.સ. ૧૯૧૯માં કયા એકટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી?    Ans: રોલેટ એકટ

5

મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ?    Ans: ગોમતીપુર

6

અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?    Ans: બાદશાહ અહમદશાહ

7

ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ?    Ans: વૌઠા

8

ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો?    Ans: કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

9

વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે?    Ans: ૨.૪૧ ચો કિ.મી.

10

રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું?    Ans: ઉત્તમ વ્યવહારજ્ઞ

11

અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી?    Ans: કસ્તુરભાઈ લાલભાઈ

12

ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?    Ans: કચ્છ

13

કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું?    Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ

14

કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો.    Ans: કોયા ભગતની કડવી વાણી

15

પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?    Ans: અંધજન મંડળ-અમદાવાદ

16

ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબાભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે?    Ans: ગાંધીજી

17

આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું?    Ans: કર્ણદેવ સોલંકી

18

ભારતની સૌ પ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી ?    Ans: કસ્તુરભાઇ લાલભાઇ

19

શ્યામજીકૃષ્ણ વર્મા એ ‘ઈન્ડિયા હાઊસ’ ની સ્થાપના કયારે કરી હતી?    Ans: ફેબ્રુઆરી-૧૯૦૫

20

કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ?    Ans: નારાયણ સરોવર

21

‘નેમિનાથ ફાગુ’ની રચના કોણે કરી છે?    Ans: કવિ રાજશેખર

22

ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે?    Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ

23

અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ?    Ans: એલિસબ્રીજ

24

શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે?    Ans: નળ સરોવર

25

ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.    Ans: નવલખા મહેલ

26

કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે?    Ans: ઉત્તર ભાગમાંથી

27

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?    Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

28


‘છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે?    Ans: કવિ નિરંજન ભગત

29

ભાગવતના દશમસ્કંધને કયા કવિએ ગુજરાતીમાં પદબદ્ધ કર્યો છે ?    Ans: કવિ ભાલણ

30

ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?    Ans: ગિરનાર

31

હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે?    Ans: આશા પારેખ

32

રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે?    Ans: શામળાજીના મેળામાં

33

હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ?    Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન

34

ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ?    Ans: કોટેશ્વર મંદિર

35

અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?    Ans: પાલનપુર

36

કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ?    Ans: ચાર

37

ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો?    Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર

38

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.    Ans: કનૈયાલાલ મુનશી

39

ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે?    Ans: દિવાળીબેન ભીલ

40

દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ?    Ans: ગોમતી નદી

41

ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે?    Ans: સરદાર સરોવર નર્મદા યોજના

42

ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે?    Ans: વીર સાવરકર

43

હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?    Ans: વિનોદ કિનારીવાલા

44

હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ?    Ans: ડૉ. એસ.આર.રાવ

45

સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી?    Ans: રાજાધ્યક્ષ

46

‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે?    Ans: દુહા

47

કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે?    Ans: મોતીડો

48

વિખ્યાત જેસલ-તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં કયાં છે ?    Ans: અંજાર

49

કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો?    Ans: ઔરંગઝેબ



50

ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા?    Ans: મેંહદી નવાઝ જંગ

No comments:

Post a Comment