ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વિકાસ
આ પ્રશ્ન મુખ્યપરીક્ષા ઉપરાંત ઇન્ટરવ્યૂમાં પણ ચર્ચાનો મુદ્દો બની શકે.
પ્રશ્ન: વર્ષ ૧૯૧૯ સુધી થયેલા સુધારાઓમાં સ્થાનિક સ્વરાજના શાસનનો સંક્ષિપ્ત ઈતિહાસ જણાવો.

જવાબના મુદ્દા નીચે મુજબ જરૂરી છે.
અર્થ: ‘સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (Local Self Government)નો અર્થ છે કે સ્થાનિક કાર્યો (કામગીરીઓ)નો એવી સ્થાનિક સંસ્થાઓ દ્વારા વહીવટ કે જેના પ્રતિનિધિઓને જે તે સ્થાનિક ક્ષેત્રના લોકો દ્વારા પસંદ કરવામાં આવે. પં.જવાહરલાલ નેહરુના જણાવ્યા મુજબ સ્થાનિક સ્વરાજ્ય એ જ કોઇ પણ સાચી લોકશાહીનો આધાર છે અને હોવો જોઇએ.
ઈતિહાસ: સ્થાનિક સ્વરાજ્ય ભારતમાં લગભગ મૌર્ય કાળથી પ્રચલિત છે, પરંતુ જે રૂપમાં આજે આપણે તેનો ઉલ્લેખ કરીએ છીએ તે વાસ્તવમાં અંગ્રેજોની જ દેન છે. પહેલીવાર સ્થાનિક સંસ્થા પ્રેસિડેન્સી નગરોમાં અસ્તિત્વમાં આવેલી.
લોર્ડ મેયો: ભારત પરિષદ અધિનિયમ ૧૮૬૧ દ્વારા વૈજ્ઞાનિક વિકેન્દ્રિકરણ (Legislative Devolution)ની નીતિની શરૂઆત કરવામાં આવી અને લોર્ડ મેયોનો ૧૮૭૦નો નાણાકીય વિકેન્દ્રિકરણનો પ્રસ્તાવ એનું કુદરતી પરિણામ હતું. આ પ્રસ્તાવ દ્વારા કેટલાક વિભાગોને-જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ તથા રસ્તાઓ પણ હતા-તેનું નિયંત્રણ પ્રાંતીય સરકારોને સોંપવામાં આવ્યું. જેના ફળસ્વરૂપે ‘સ્થાનિક-નાણાં’ (Local Finance)નો પ્રારંભ થયો. શિક્ષણ, સફાઇ, મેડિકલ ચિકિત્સા, સહાય અને જાહેર કાર્યો માટે નાણાંની જોગવાઇ અને દેખરેખ માટે સમિતિઓની રચના કરવામાં આવી જેના કારણે આ ક્ષેત્રનો વ્યાપક વિકાસ થયો.
લોર્ડ રિપન: વાઇસરોય રપિનના સમયમાં ૧૮૮૨નો સ્થાનિક સ્વરાજ્યના શાસનનો પ્રસ્તાવ આ ક્ષેત્રના વિકાસની એક મહત્વની ઘટના હતી. લોર્ડ રપિને અભિપ્રાય આપેલો કે પ્રાંતીય સરકારો સ્થાનિક સ્વરાજની સંસ્થા મારફત લોર્ડમેયોની સરકારે પ્રારંભ કરેલી નાણાકીય વિકેન્દ્રિકરણની નીતિ અપનાવે. આ અન્વયે સમગ્ર દેશ માટે સ્થાનિક પરિષદોના તંત્રની વ્યાખ્યા કરવામાં આવી જેમાં બિનસરકારી સભ્યોની બહુમતી હતી. આ પ્રસ્તાવમાં કોઇ સ્થાનિક સંસ્થાના પ્રમુખના રૂપમાં કોઇ બિનસરકારી અધિકારીની પસંદગીની પણ છુટ આપવામાં આવી. એટલે જ લોર્ડ રપિનને સ્થાનિક સ્વરાજની સંસ્થાના ‘પિતા’ (Father of Local Self govt.) માનવામાં આવે છે.
અધિનિયમ ૧૯૧૯: ૧૯૧૯ના ભારત શાસન અધિનિયમ (Govt of india act) દ્વારા સ્થાનિક સ્વરાજ્યના વિષયને રાજ્યની બાબત બનાવવામાં આવી એને હસ્તાંતરિત વિષય માનવામાં આવ્યો.
અધિનિયમ ૧૯૩૫: ૧૯૩૫ના અધિનિયમ અનુસાર પ્રાંતીય સ્વરાજ્યના પ્રચલનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિશેષ ગતિ મળી. લોકપ્રિય પ્રાંતીય સરકારો નાણાકીય નિયંત્રણ કરતી હતી એટલે તેઓ સંસ્થાઓને વધારે આર્થિક રાશિ ઉપલબ્ધ કરાવી શકતી નથી.
અનુચ્છેદ ૪૦: ૧૯૪૯ સુધી પ્રવર્તમાન અધિનિયમોથી સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા સંતુષ્ટ નહોતા એટલે ૧૯૪૯માં બંધારણમાં અનુચ્છેદ ૪૦ના સ્વરૂપે એક નિર્દેશનો સમાવેશ કરાયો જેમાં જણાવાયું કે ‘રાજ્ય ગ્રામ્યપંચાયતોનું ગઠન કરવા કદમ ઉઠાવશે અને તે પંચાયતોને એવી સત્તાઓ અને અધિકારો પ્રદાન કરાવશે જે તેને સ્થાનિક સ્વશાસનના એકમોના રૂપે કાર્ય કરવા યોગ્ય બનાવવા માટે જરૂરી હોય.’
મહત્વપૂર્ણ સંશોધન: આ વિચારોની પૂર્તિ બંધારણના ૭૩ અને ૭૪મા સુધારા સ્વરૂપે ૧૯૯૨માં થઇ. જ્યારે બંધારણમાં ભાગ ૯ અને ૯-ક જોડાયો

મિત્રો તમારી પાસે ગુજરાતી માં સારા પ્રશ્નો હોય તો vijay.svims.patan@gmail.com અથવા facebook.com/svism.patan પર મોકલો., તે ગુજરાત નાં પ્રતિક વિદ્યાર્થી ને ઉપયોગી થઇ સકે છે.
અભાર
No comments:
Post a Comment